*ક્યાં જઈ શોધું મારો શ્યામ*
સૂરજ ઢળી ગયો મારાં આંગણનો,
વીતી ગઈ સવાર,બપોરને સાંજ,
તોય ના આવ્યો મારો શ્યામ,
કયાં જઈ શોધું મારો શ્યામ ,
પંખી માળા ભણી વળતા થયાં,
ઝરણા પણ થઈ ગયા શાંત,
ઝાડઝાડ, પાનપાન પૂછું તમને સવાલ,
કયો ને કોઈ એ દિઠો મારો લાલ?
ક્યાં જઈ શોધું મારો શ્યામ,
વનવગડામાં એ કયાં ભૂલો પડ્યો,
નીશાચર જાગ્યા છે તમામ,
વિધાતા કહી દો ને,
કયાં જઈ શોધુ મારો શ્યામ,
મનમાં પડયો છે મને ફાળ,
રોઈ રોઈ ને પાલવ મારો ભીંજાયો,
કોઈ તો કહો ....
કયાં છે મારો શ્યામ?
કયાં જઈ શોધું મારો શ્યામ.
કાજલ કાંજિયા 'ફિઝા'