ગફૂલ રબારી"ચાતક"ના એક શેર પરથી પ્રેરણા મળી અને આ રચના બની.
_________________________
બની 'ચાતક' અમે ચંદાને સ્પર્શવા ગયાં,
બની કાજલ અમે નયનોમાં વસવા ગયાં.
આમ જુઓ તો કેટલો મિત્ર સરીખો સંબંધ છે,
દૂર રહીને પણ અમે હૃદયમાં વસવા ગયાં,
મળે ના આ જગમાં આવી અમૂલ્ય વફાઓ,
બની વિશ્વાસ અમે તેનાં મનમાં વસવા ગયાં.
કળયુગનો આ તાપ ઘણો કપરો લાગે છે,
લઈ સતયુગની છાંવ તેનાં શ્વાસમાં વસવા ગયાં .
છે ઈશ આ જગતમાં પ્રેમ રૂપે સ્થપાયેલો,
આ વાત સમજવાં તેની 'ફિઝા'મા વસવા ગયાં.
કાજલ કાંજિયા' ફિઝા'