*અછાંદસ*
પલ પલ દિલ ધડકે તારાં માટે,
છતાં એક સવાલ અણગમતો,
હંમેશા ડંખે,
કે....
હું કોણ તારાં માટે?
કયારેક એવું લાગે,
કે ......
હું જ સર્વસ્વ છું તારું,
અને તું જ મારી દુનિયા,
બીજી પળે એવું પણ લાગે,
કે.....
મારી અંદર તું શોધી રહ્યો બીજાને,
ક્યારેક ખુશી તો,
ક્યારેક અસહ્ય પીળાનો અહેસાસ,
જીવું કે મરું!?
તને પ્રેમ કરું,
કે......
સ્વપ્ન સમજી ભૂલી જાવ!?
પણ,
તારાં સમ,
મારાંથી આ બંનેમાંથી એકપણ ના થાય,
બસ.....
રોજ એક ડૂમો ગળામાં અટવાય,
અશ્રુની ભાષા કોઈને ક્યાં સમજાય!?
એક ખૂણો વ્હાલો થઈ જાય,
વળગી તને ખૂબ ફરિયાદો કરું,
આરોપો ના દાવા કરું,
મન એવું ઘણું થાય,
કેમકે,.....
હું તને બેહદ બેહદ પ્રેમ કરું છું,
શ્વાસે શ્વાસે મહેસુસ કરું છું,
તું કૃષ્ણ જેવો સંપૂર્ણ છે,
અને તારી એજ ખુમ્મારી,
મને અંદર સુધી સ્પર્શે છે,
સમજ કે સ્પર્શી ગઈ છે,
હું તારાં માં હોવ કે ના હોવ,
પણ તું મારાં હરએક શ્વાસમાં ધબકે છે,
હું મારી જાતને ભૂલું ત્યારે તને પામું છું,
મારાં અસ્તિત્વનું બીજું રૂપ,
એટલે તું અને ફક્ત તું જ.
કાજલ કાંજિયા 'ફિઝા'