સમય સાથે પોતાના હિસાબે
રંગ બદલાતા લોકોને મે જોયા છે,
કદાચ કુદરતે આપેલા રંગ ઓછા પડે
એનાથી વધારે રંગો લોકો પાસે જોયા છે,
હા મે માણસના રંગ બદલાતા જોયા છે.
શ્રેષ્ઠ જીવન જીવવાના ઓછા અભરખા
ને નફા-નુકસાન નો હિસાબ કરતા જોયા છે,
વાત વાતમાં લોકો પાસે કેમ મેળવવું જાજુ
એનાં જ પ્રચાર કરતા જોયા છે,
હા મે માણસના રંગ બદલાતા જોયા છે.
સંબંધીઓ તો આજે દુરની વાત છે
પોતાના પણ ભુલાતા જોયા છે,
જરુર પડે તો ખોટો સિક્કો પણ કામનો
બાકી લોહીને પણ લાત મારતા જોયા છે,
હા મે માણસના રંગ બદલાતા જોયા છે.