અછાંદસ
ન થાઓ ઉદાસ ને નિરાશ કદી ,
એવી ચાહત સદા મળે તમને..!
ન થાય આંખનીપાંપણ ભીની કદી ,
એવી ઝિંદાદિલ બાંહ મળે તમને..!
ન આવે મારગે શૂળ કે કંટક કદી ,
એવી ફૂલ જાજમ ભરી રાહ મળે તમને..!
ન હોય તુફાનો થી ભરેલ ઝિંદગી કદી ,
એવી ખુશનુમા પળો ને સાથ મળે તમને..!
ન હોય જીવન બેરંગી નિરાશ કદી ,
સદા મલકતી લાલીમા મળે તમને..!
- વાણી
-vaani manundra