મૌન માં પણ ઘણી વાત થઈ શકે છે,
દરેક પગલે નવી શરૂઆત થઈ શકે છે.
ભૌગોલિક અંતર ક્યા નડે સબંધો ને,
બસ આંખ મિચો ને મુલાકાત થઈ શકે છ..
ખોટી હામાં હા ન હોવી જોઈએ,
અંતરે થોડી ખુમારી હોવી જોઈએ.
એક હાથે તાળી ના પડે કબૂલ,
તારી ય ભાગીદારી હોવી જોઈએ....!!!
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું ,
મારી મનોદશાની તને જાણ નહિ કરું ...
ભડકે ભલે ભળી જતું ઈચ્છાઓનું શહેર ,
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું ...
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું ...
જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું ...
કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમને, વેચાણ નહિ કરું ...
જાગતી આ રાત લઇ બેઠા છીએ,
ને પુરાણી વાત લઇ બેઠા છીએ.
પ્રેમની આ સાવ ફોગટ ભેટ છે,
એક તાજી ઘાત લઈ બેઠા છીએ,
એનું નામ હથેળી પર રોજ એટલે ઘૂંટુ
બધા કહે હથેળીમાં જે લખેલુ હોય એ મળે...!"