કટોરો તમારો અહીંથી હટાવો, તમને અમે જાણી છીએ,
જાઉં તમારા રાજાને મનાવો, તમને અમે જાણી છીએ.
તમે છપાતા આવ્યા છો વર્ષોથી અને સમાચાર પત્રોમાં,
કલમકારો છો કલમધર્મ નિભાવો, તમને અમે જાણી છીએ.
કા' જળ વહી ગયું સત્તાના દરબારમાં નુમાઇસ કરવા તેની,
ધરો ત્યાં કલમ અને ચુથાવો, તમને અમે જાણી છીએ.
તમે જ કહ્યું મ્હોતાજ નથી હું આ ફેસબૂકના મંચની,
ન ફોલોઅર્સના દ્વાર ખખડાવો, તમને અમે જાણી છીએ.
હદથી વધુ મળી જાય પ્રશંસા તો એ ડાઘ બને કાજળનો,
પોતાની આંખે પુરસ્કાર અંજાવો, તમને અમે જાણી છીએ.
"મનોજ" એમના ભક્તો જ તમને આદેશની તોહીન કરે,
આ વિરોધ છે મેડમ, તેને પચાવો, તમને અમે જાણી છીએ.
મનોજ સંતોકી માનસ