ઘણું બધું જીવ્યો એમાં ઘણું બધું
પામ્યું અને ઘણું બધું ગુમાવ્યું.
અંતે ખાલી હાથ અને શરીર
ઉપર નું લાલ કપડું ચમકતું હતું
દેહ ને ખુબ વ્હાલ કર્યો, લોકો
રડ્યા પણ ખરી અંતે સમય જ સમાપ્ત.
આગ લાગી તો ઘણી ફેલાણી જાણે
પવન અને ફરિયાદ બન્ને હરીફાઈ માં
યાદો બધી જ હૈયે પણ હલી ના
શક્યો ના કોઈ મને રોકી શક્યો.
અંતે વર્ષો થયા અને લોકો ભૂલી ગયા
રહ્યો એક માત્ર મઢાવેલો ફોટો જેમાં હું બહુજ હસતો હતો.
-Keval ❤