તમને ક્યારેય કાંટો વાગ્યો છે?
પગમાં કણી પડી છે?
વગર જુતાંએ ચાલતાં
ફોલ્લા પડી ગયા છે?
પગનો અંગૂઠો
કે આંગળી ઠેસ વાગતાં છુદાઈ ગઈ છે?
માઈલોના માઈલ
ભૂખ તરસ બાજુપર મૂકી તમે કદીયે ચાલ્યાં છો
નિઃસહાય બની ?
સાથી વિના સંગી વિના તમે દુઃખને વેઠયું છે?
કોઈ અજાણી જગ્યાએ
પેટની આગ ઠારવા કે જળપાન કરવા
લાંબો કરેલો હાથ
ખાલી હાથે પાછો ફર્યો છે?
કે ક્યારેય તમે એવી સ્થિતિમાં મુકાયા છો
કે તમને એમ થાય કે,
કે હે ઈશ્વર મને લઈ લે ઉપાડી લે આ દુનિયાથી?
હવે આ દેશનો રાજા કે દેશની ધરતી
સાવ નિર્દઈ થઈ ગઈ છે?
કહે છે કે :ધાર્યું ઘણીનું થાય
ધરતીનો ઘણી તો રામ જાણે
પણ હવે તુંય સાંભળતો નથી કશું
હે રામ તને આંખ કાન છે કે નહીં???
*વિનુ બામણીયા