કોઈ બોલ્યું નહીં બધામાંથી!
જીભ નીકળી ગઈ બધામાંથી !
કોઈને ય ના મળી બધામાંથી !
વારતાની પરી બધામાંથી !
એમ ઉપસી છબી બધામાંથી
લીધી ખૂબસૂરતી બધામાંથી !
રહી છે કેમ ડગમગી બધામાંથી?
કોની શ્રદ્ધા ટકી બધામાંથી?
અહીં ભભૂકે છે આગના દરીયા
પ્યાસ બૂઝી નથી બધામાંથી !
લાગે માણસ છે જાત પંખીની
ઊંઘ ગઈ છે ઊડી બધામાંથી
આમ સૌ કોઈ હર્યાભર્યા લાગે
આમ ખૂટે હજી બધામાંથી !
વિસ્તર્યા છે તમામ રણ માફક
શુષ્ક થઈ ગઈ નદી બધામાંથી
એક ક્ષણ સહુ ગયાં ચૂકી
નીકળી ગઈ સદી બધામાંથી !
ભરત ભટ્ટ