એક વાત કહું છું સાંભળ ...
હું ગમે એટલો ગુસ્સો કરું પણ તું મરાથી નારાજ નહિ થતો ....
એક વાત કહું છું સાંભળ ....
ક્યારેક ગુસ્સામાં હું તને કહું તું મને ભૂલી જા તો મને ગળે લગાવી લેજે...
એક વાત કહું છું સાંભળ ....
તું મારી લાઈફમાં આવ્યો ત્યારથી હું ખુશ છું...
એક વાત કહું છું સાંભળ ...
તું મને તારા ખોળામાં માંથુ રાખી ને સુવાદેને એમ મને શાંતિ મળે છે ....
એક વાત કહું છું સાંભળ ...
બધા વગર મને ચાલશે પણ તારા વગર નથી ચાલતું ...
એક વાત કહું છું સાંભળ ...
મને તારી પાસેથી કઈ નથી જોઈતું બસ એક તારો સાથ જોઈએ છે...
એક વાત કહું છું સાંભળ ...
કોઈએ કોઈને પ્રેમ ના કર્યો હોય ને એટલો પ્રેમ મારે તારી પાસેથી જોઈએ છે ...
એક વાત કહું છું સાંભળ ....
મને મનાવવાનું બહાનું તું ગોતી ને રાખ , હું નારાજ થાવ તો પણ તું મારુ ધ્યાન રાખ ...
એક વાત કહું છું સાંભળ ...
એક ઈચ્છા છે મારી લોન્ગ દ્રાઈવ, એમાં ઝરમર ઝરમર વરસાદ , બહુ બધી વાતો અને બસ હું અને તું જ ....
એક વાત કહું છું સાંભળ...
હું નારાજ થઈ જાવ તો મનાવી લેજે કઈ ના બોલ બસ એક kiss કરી લેજે...
એક વાત કહું છું સાંભળ ...
એક વાર નહિ હજાર વખત જોવ છું તને દિવસ માં તો પણ જીવ નથી ધરાતો મારો....
પૂજા ગૌરાંગ બોઘરા 💖