Gujarati Quote in Funny by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙈😇🤓🧐👭
ગામની બે બહેનપણીઓ ૧૨માં ધોરણની પરીક્ષા આપવા જતી હતી.

શ્યામલી - ચમેલી તું તો બીલકુલ વાંચતી જ નથી.

ચમેલી - છોડ ને યાર, પાસ થઈશું તો પાછું આગળ ભણવાનું અને પછી નોકરી વાળો પતિ મલશે.

શ્યામલી - તો એ સારું ને?

ચમેલી - શું ખાખ સારું....
૧૨ કલાકની નોકરી અને પગાર ૧૮૦૦૦, પ્રદૂષણ વાળા મોટા શહેરમાં રહેવાનું, મકાન ભાડા માં જ અડધો પગાર જતો રહે. પછી પોતાનું ઘર જોઈએ, એટલે લોન લઈ ૪ થા કે ૫ માં માળે એક ગુફા જેવું ઘરમાં રહેવાનું અને લોન ચૂકવતા ચૂકવતા ૧૫ થી ૨૦ વર્ષ થાય એટલે ભરતા ભરતા ઘરડા થવાનું. તહેવારમાં કે ગરમીમાં કોઈ રજા નહીં. નિરોગી રહેવું હોય તો ઓર્ગેનિકના નામે ૩ થી ૪ ગણી કિંમત ચૂકવીને ખાવાનું. નોકરી મળે, તો તેમાં પણ
સારું કર્યું તો અધિકારીએ અને ખોટું કર્યું તો આપણે....

અને જો નાપાસ થઈએ તો...
આગળ ભણવાનું નહીં, કોઈ ખેડૂત સાથે લગ્ન થશે.. પૈસા વધુ કે ઓછા આવશે પણ બધા પૈસા આપણા હશે, કસરત માટે જિમ માં જવું નહીં પડે, ટેક્ષનું કોઈ લફડું નહીં. બધું ઓર્ગેનીક જ ખાવાનું અને પ્રદૂષણ વિનાનું રહેવાનું એટલે બીમારીની બહુ ચિંતા નહીં. પતિ પણ ૨૪ કલાક સાથે જ હોય એટલે એની પણ ચિંતા નહીં. દર વર્ષે ચૂંટણી આવે એટલે રોડ, પાણી, લાઈટ ની ચિંતા નહીં. ખેડૂતો ના વોટ લેવા માટે
કોઈ લોન લીધી હોય તો તે પણ માફ થઈ જાય...

શ્યામલી - તો આ લોન ચૂકવે કોણ?
ચમેલી - નોકરી કરતો બળદ...!!

શ્યામલી - તો પછી હું પણ નાપાસ જ થઈશ....!!!
😂🤣
Best message ever received

Gujarati Funny by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111706684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now