ઈચ્છાઓ -
પુરી કરીએ તો જીવી જાય
અધુરી રાખીએ તો દબાય જાય
પુરી કરવા ધારેલી ઇચ્છાઓ
ફરી ફરી જીવવાનું મન થાય
અધુરી તડપતી ઇચ્છાઓ
આંસુ પાડતી જાય
સારી ઈચ્છાઓ મનને
તૃપ્તિ આપતી જાય
ખોટી ઇચ્છાઓ મનને
નિરાશામાં ધકેલતી જાય
માયાજાળ એક એવડું મોટું રચાય
જેમાંથી બહાર આવાનું કદીનાં શક્ય થાય
સાચા-ખોટાનો ભેદ જો પરખાય
જીવનનો બેડો પાર થઇ જાય