💖વિશ્વની તમામ માતાઓને આજનાં દિવસની શુભકામના💖
કદી નાં ભુલાય એવી મારી અમુલ્ય મૂર્તિ છે તું માં
પ્રેમનું નેહ વરસાવતું મારુ પ્રેમાળ વાદળું છે તું માં..
ડગલે પગલે હિંમત આપતી મારી હિંમત છે તું માં..
હિંમતભેર ચાલતાં શીખવનાર મારો પથ છે તું માં..
સમજદારીનો પાઠ ભણાવનારુ મારું પુસ્તક છે તું માં..
મારા જીવનનું ઉત્તમ અમુલ્ય મારું ઉપહાર છે તું માં..
પ્રેમથી જીવવાનું શીખવતી વાત્સલ્યની મુરત છે તું માં..
"રાજલ" નાં જીવનની પહેલી કિંમતી સખી છે તું માં..
-Rajeshwari Deladia