*શીર્ષક - વંદન હજારો વીરને
(ગાગાલગા*3)
આ દેશની સેવા કરે,વંદન હજારો વીરને,
જે કાળથી પણ ના ડરે,વંદન હજારો વીરને;
છે રોગ ચારે કોર તોયે,અટકતા ના એ જરા,
જાણે વિભુ થઈ નીસરે,વંદન હજારો વીરને.
ખુદ જીવની પરવા વિના,એ અવર કાજે આવતા,
દર્દી તણાં દુ:ખને હરે,વંદન હજારો વીરને;
ખાખી ધરી કડવી દવા શા,કૈંક ડંડા મારતા,
જે મોર બોલાવી ફરે,વંદન હજારો વીરને;
"નેપથ્ય" એ ઉપકાર કરવા અણસમે પણ આથડે,
ઈશ્વર સમી અણસારને,વંદન હજારો વીરને.
✍🏻 ભગીરથ ધાધલ "નેપથ્ય"