સવારે ટીફીન ભરતી વખતે આપણને પૂછ્યું હોય , કે કેટલી રોટલી મૂકું ... ?
આપણે જવાબમાં કહ્યું પણ હોય , કે ત્રણ રોટલી જ મૂકજે ... !
છતા પણ બપોરે ટીફીન ખોલો ને પાંચ રોટલી નીકળે ત્યારે મનમાં વિચાર આવે , કે સ્ત્રી સાથે આપણો સંબંધ બહેન - દિકરી , મિત્ર કે પછી પત્નીનો હોય , પરંતુ ખવડાવાની વાત આવે ત્યારે એનું હૃદય તો એક માઁ નું જ હોય છે.