હું હયાત છું તો મને ખવડાવી દે ને,
મારા પછી મારું શ્રાદ્ધ તું રહેવા દે ને,,
હું છું તો કંઈક સારા કાર્યો તું કરને,
મારા પછી પિતૃકાર્ય તું રહેવા દે ને,,
હું છું તો તું મને એકવાર ગોતી લે ને,
મારા પછી કાગ ગોતવાનું રહેવા દે ને,,
હું છું તો ચાલ એક સફરે જઈએ ને,
મારા પછી ગંગા જાવાનું રહેવા દે ને,,
હું છું તો મારી ભૂલો તું માફ કરી દે ને,
મારા પછી તું આંસુઓને રહેવા દે ને,,
હું છું તો તારા સાથનો હાર પહેરાવ ને,
"દવે" પછી સુખડની માળા તું રહેવા દે ને,,
"દવે"