હું અને આ ડુબતો સૂરજ બસ સાંજ પડે ને અમારી વાતો કર્યા રાખી . દિવસ નો બસ આ સમય મને વધુ વહાલો લાગે જેમ કે કોઈક મારું જ મારી સાથે કોઈ ખેલ ખેલતુ હોય એમ . એક સાવ એવા વિસ્તાર માં ક્યાં જ્યાં અમારા બંને સિવાય કોઇ જ નાં હોય ને ત્યાં બસ હું મારા આખા દિવસ ની વાતો કહ્યા કરું અને એ સાંભળયા કરે . બધા જ સુખ અને દુઃખ આને ખબર છે . મારા જિંદગી ના બધા જ રાજ આ સૂરજ અને મારી વ્હાલી ડાયરી ને ખબર હોય બાકી કોઈ જ્ જાણી નાં શકે . હળવા ફુલ થવાનો આ ઉપાય બેસ્ટ છે વિશ્વાસ નો આવે તો ટ્રાય કરી જુઓ . બધી જ વાતું કહી આપો પછી આપ્ફુ દુઃખ ઍ સાચવી લેશે . હું એને જેમ બધી વાતો કહેતો જાવ એમ તે પોતાની ઘરે જવાની વાટ માં ડુબતો જાય છે ......એક રંગીન જિંદગી ની જેમ આ રંગીન સાંજ
-Patel Karishna