Gujarati Quote in Microfiction by mayur rathod

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લાઘવિકા- અભણ ભણતર*

તુષાર હવે ઉંમર લાયક થઈ ગયો હતો. તેમજ હવે તુષારના મમ્મી પણ ઉંમરના લીધે બીમાર રહેવા લાગ્યા હતા. તુષાર થોડું ભણેલો હતો તેથી તેને થોડું અભિમાન હતું. તુષાર માટે તો લગ્નમાટેના માગા પણ આવતા હતા. પરંતુ તુષાર બધી છોકરીનું ભણતર પૂછે અને જો છોકરી ભણેલી ન હોય તો તે છોકરીનું માગું નકારી દેતો હતો.

એક દિવસની વાત છે. તુષારને જોવા માટે છોકરીઓ વાળા આવ્યા હતા. અને આ છોકરીને પણ તેનું ભણતર જોઈને નકારી દીધી. તો તુષારના કોઈ દૂરના કાકાએ પૂછયું, "કેમ તુષાર તું બધી છોકરી નકારી દે છે. આમ ને આમ કરતો રહીશ તો પછી છેલ્લે કોઈ દીકરી આપવા તૈયાર નહિ થાય."

"કાકા તમને ના ખબર પડે, તમે એક તો અભણ છો અને તમે મને શિખામણ આપો છો. કાલે સવારે હું અભય બાયડી ઘરમાં બેસાડીશ તો બધા મને મુરખો ગણશે. તમારે છે ને કાકા અમારા ઘરમાં આવીને અમને કાંઈ શિખામણ નો આપવી."

"દીકરા થોડું તો નાના મોટાનું ધ્યાન રાખ, હું તારા પિતાની ઉંમર સમાન છું."

"બસ હવે બવ થયું બસ કરો ભાષણ આપવાનું."

એ કાકા ગુસ્સે થઈને જતા રહે છે. એટલામાં એના મમ્મી ટોકે છે, "તુષાર આ તારી કાંઈ રીત છે મોટા જોડે વાત કરવાની? થોડી તો ભાન રાખતો હોય તો."

"બસ કરો મમ્મી તમે પણ ચૂપ થઈ જાવ."

આવું સામું બોલતા તુષારની બહેન રસોડામાંથી બહાર આવે છે ને બોલે છે, "બસ થયું ભાઈ હવે વધારે થયું હો... તું આમ મમ્મી સામે બોલેએ સારું ના કેવાય."

"તું બંધ થા ને અભણ, તું તો નો ભણી હવે મારી બાયડી તો ભણેલી ગોતવા દે."

આવું સાંભળતા તુષારની બહેનના પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવું લાગે છે.

બસ ત્યાંજ તુષારના મમ્મી બોલે છે, " બસ બંધ કર તારા આ ભવાડા હવે. તને ખબર છે એ શું લેવા અભણ છે? શું લેવાં નથી ભણી?"

બસ એટલું બોલતા તુષારની બહેન એના મમ્મીને બોલતા રોકી લે છે.

હકીકતમાં તુષારના ભણતર માટે તેની બહેને ભણવાનું છોડી દીધું હતું. ઘરની ખરાબ પરિસ્થિતિ હોવાથી તે પોતે ના ભણી પરંતુ તેના ભાઈને બીજાના ઘરનું કામ કરી ભણાવ્યો અને તેનું પરિણામ તુષારના મમ્મી અને બહેનને આજે મળ્યું હતું.

તુષારને બધી હકીકતની ખબર પડે તે પહેલાં થોડું મોડું થઈ ગયું હતું. અને તુષારના આવા વર્તનના આઘાતથી માં-દીકરી બંને......


~દુશ્મન

Gujarati Microfiction by mayur rathod : 111700368
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now