' ડર '
*મારો જ અનુભવ મારા શબ્દોમાં....
બપોરના 3:45 નો સમય ઉપરાંત લોકડાઉન એટલે કે કામથી બહાર જઈ શકીએ. હું બહાર ગઈ સાઈકલથી કંઈક કારણસર . હું તો મારી ધૂનમાં સાઈકલ ચલાવીને જતી હતી. પાછળથી એક છકડાવાળો આવતો હતો. એણે મારી આગળ છકડો લીધો ને રાડ પાડી કે ' હાય ' મેં સાઈકલની સ્પીડ વધારી . પેલો હું જ્યાં જતી હતી ત્યાં સુધી પાછળ આવ્યો. હું તરત પહોંચી પરંતુ બીકના કારણે સાઈકલના પૈડા નહોતા ચાલતાં.મારા પગ પણ જાણે ભારી થઈ ગયા હતા . પહોંચી ગઈ પછી હાશકારો થયો. ભલે મેઈન રોડ હતો પરંતુ લોકડાઉનના કારણે વસ્તી હતી જ નહીં . તમે લોકો કહેશો કે બહાર જવાની જરૂર શું ?? તો છોકરી છીએ તો એનો મતલબ એ છે કે ઘરની ચાર દિવાલમાં પુરાઈને રહીએ ??? આવી માનસિકતા શા માટે છે લોકોમાં ???
*આ બાબત પર તમારા મંતવ્ય પ્રગટ કરો.