ખાલી ઘર....
દુર થઈ દેખાતુ એક ખાલી ઘર,
લગીરે નહીં એમાં જીવનો સંચર......
ખડકી ને દરવાજા પુરાણા છે બંધ,
ધૂળ માટીની સાથે જામી કાંટની પરત.....
ફ્ળીયું મોટું મોકળુ ભાસે ઉજજડ વન,
વિતેલા સમયમાં એ કવું હશે ઉપવન......
ઉંમર એની પણ થઈ હશે ધારુ તો સો,
દિવાલોને કરચલી લાગી એ કેમ ગણશો....?
મુંગટ થઈ શોભતા ઝાડ ઝાંખરા છત પર,
અંદર જાણે દિવાળી મનાવે જીવ જંત.......
સજયું છે ઘર આખું બાવા-ઝાળની બરકત,
મહેફીલ મોજ થી મનાવે ઉંદર,બિલ્લી,છછુંદર.....
હશે કયારેક એ પણ કોઈના સપનાનું ઘર,
રેડયા હશે ખૂન પસીના પાયાની અંદર.........
રાત ગઈ વાત ગઈ સપનાની વળી જાત કઈ,
સવાર થતા ભૂલાયું, સંપનુ એ અંધારે પડયું......
સુરજ ઊગ્યો નવો, લઈ આશા ઉર મહી,
માલીક નવો આવશે લઈ સપના કંઈ અહીં.....
જોતુ એવી વાટ, દેખાતું એક ખાલી ઘર,
થાશે એમાં મહેફીલ ઘણી,
થાશે બાળનો કલરવ............
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
28, 4, 2021