એકલું લાગે
ઘણીવાર એકલું લાગે
મુજ એક ને જ નહી
દરેક ને આવું કેટલી વાર લાગે.
અંતરનો અવાજ ના સાંભળવા માગે
રસ્તો રળે એટલું જ એ ભાગે
નિષ્ફળતાનાં ડરથી નાસીપાસ
ડગલું જાજુ ના ભરવા માગે.
સમય સાથે ચાલવું પડે
પણ ટુંકા રસ્તે જલ્દી પહોચવા માગે
વગર કાંટાનો મારગ જડે
શમણાંઓ એવા કેટલાયે જાગે.
ભાગવાનું પોતાના થી ના હોય
એ સમજતા કેટલીય વાર લાગે
સમજે ત્યાં તો રાત પડે
અંતે આવી એકલતા જાગે.