તમે તો દરિયાનું કહો છો,અમે તો આંસુ પીધા છે
હળાહળ ઝેર પચાવીને,અમે તો અમૃત દીધા છે
હૈયાની હાટમાં જ્યારે,પડી 'તી હાંક ટાઢી
અમે શીતળતા છોડીને,અગન અંગાર લીધા છે
તમારી વાંકડી વાતો,અમારા વેણ સીધા છે
પડ્યાં છે પાધરા પાસા,અમે તો એ જ ચીંધ્યા છે
ઘણાં છે રંગ તમારા મુખ,અમારી એ જ દ્વિધા છે
"ભગીરથ" ભાતભાતના રંગ,કલમ આકાર કીધા છે.
✍🏻 ભગીરથ ધાધલ "નેપથ્ય"