ગર્ભમાં રહેલું નવજાત બોલે છે
આવીશ જ્યારે તારા હાથમાં ત્યારે,
' માં ' તું કહેવાશ જન્મદાતા
ઉદરમાં ફૂટેલીએ નાનકડી કુંપળ બોલે છે રમીશ જ્યારે તારા આંગણમાં ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા
ધર્મનાં સંસ્કારો લેતો એ જીવ બોલે છે
નમીશ જ્યારે તારા ચરણો માં ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા
શુરવીરોની વાર્તા સાંભળતું ફૂલ બોલે છે
ખીલીશ જ્યારે તારા ફળિયામાં ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા
પ્રેમથી હસતું એ મુખડાંનું સ્મિત બોલે છે
વ્હાલ વરસાવીશ જ્યારે તારા જીવનમાં
' માં ' તું કહેવાશ જન્મદાતા
નાજુક પગરવની લાત બોલે છે
દોડિશ જ્યારે તારા ઘરમાં ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા
કંઇક દુઃખથી રુદન કરતું એ બાળ બોલે છે
લડીશ જ્યારે ભેદભાવની લડતમાં ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા
ગુંજતી એ કિલકારી બોલે છે
થશે તમારો પણ નવો જન્મ ત્યારે
' માં ' તું કહેવાશ જન્મદાતા