આજનું હાસ્ય....
બકો: હલો...
સુરતથી માસા બોલું છું: તારી માસીને કોરોના આવ્યો છે.
બકો: ચિંતા જેવું નથી ને?
માસા: સારું છે આમતો.
બરોડા વાળા મારા સાઢુભાઈ ના કહેવા પ્રમાણે નાક માં ગૌમૂત્રનો અર્ક નાખે છે. ને અમદાવાદ વાળા વેવાઈ ની સલાહ પ્રમાણે ડોલો શરૂ કરી દીધી છે.
તેમણે હમણાં રેમડેસીવીએર ની ના પાડી છે.
ને હમણાં whatsapp માં વિડિઓ જોઈને ઇ પ્રમાણે પ્રાણાયામ શરુ કરી દીધા.
ને બાજુવાળાએ કીધું ઇ પ્રમાણે ડુંગળીના રસ ને કપૂરની ભૂકી નો માલિશ કરી દઉં છું અને નાક મા લીંબુ ના ટીપાં નાખું છું તારી માસી ને.
જોકે કલકત્તાવાળા કાકા FebiFlu લેવાની ના પડે છે અે ન લેવાય બહુ ફાયદો નથી એમ કહે છે
એટલે હવે મારા મિત્ર કકુ ને ફોન કરી ને પૂછી લઈશ શું કરવું તે.
આપણો રઘોં કેતો તો એ પ્રમાણે મીથીલીન બ્લુ પણ ચાલુ કરવું છે.
બકો: ડોકટર શું કહે છે?
માસા: હજી ડોકટરને નથી બતાવ્યું.
*ડોક્ટર ને બતાવવું જરૂરી છે?*
😳🤣🤣🤣