ના અક્ષર નો અહેસાસ શોધે છે,
શાયર બનવા લોકો ખાલી પ્રાસ શોધે છે
તૂટેલા દિલને કે તૂટેલા અરીસાને પૂછો,
એક “કાશ” ને તો એક “કાચ” ને શોધે છે
જીવતા જ છીએ એની જાણ કરો,
અજાણ્યા અમારી મરેલી લાશ શોધે છે
પહેલા બાળીને બધા વૃક્ષો,
માણસ હવે શુદ્ધ શ્વાસ શોધે છે
એકાંત જ આવી ગયું માફક,
AK ના તો હવે સાથ કે સહવાસ શોધે છે
-Ashvin Kalsariya