Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"વક્ત હી તો હૈ,ગુજર જાએગા..."

થોડાક સમય પહેલા અમિતાભ બચ્ચન સરના અવાજમાં "ગુજર જાએગા..." નામની કવિતા ખૂબ પ્રચલિત થઈ હતી.આજે જ્યારે આપણે સૌ મહામારીનાં સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે દરેક વ્યક્તિએ એક્વાર આ કવિતા સાંભળવી જોઈએ.તમને થશે કે,,કવિતા સાંભળીને શુ થવાનું છે ?? કવિતાથી કંઈ કોરોના થોડી રાતો રાત જતો રહેવાનો...?? તો મારા વ્હાલા મિત્રો,આ સમયમાં કોરોના જશે કે નહિ એવુ વિચારવું જ કેમ...??

ખરેખર આ સમય છે,હિંમત રાખવનો અને હિંમત આપવાનો.ડર્યા વગર સામનો કરો.ઘણા લોકો કોરોનાથી પછી અને કોરોના છે એવા ભયથી જ મરી જતા હોય છે.મને સમજાતું નથી કે,આખરે ડર છે શેનો...??તમને ડર ક્યારે લાગે...?સિમ્પલ લોજીક છે,જ્યારે તમે માસ્ક ના પહેર્યું હોય,સેનેટાઈઝર ના વાપર્યુ હોય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કર્યું હોય,કરફ્યુ લાગવા છતાં વગર કામના રાતે ઘરની બહાર નીકળ્યા હોવ. તો તમને ડર લાગે એ સ્વાભાવિક છે. તો પૂછો તમારી જાતને કે,"આમાંની એક પણ વાત મને લાગુ પડે છે ??" જો હા, તો અને તો જ તમારે ડરવું જોઈએ.

આ સમય ખરેખર ડરવાનો સમય છે જ નહિ.આ સમય છે માણસ અને માનવતા હજુ જીવે છે એ સાબિત કરવાનો.આ સમય છે એક માણસે બીજા માણસની મદદ કરવાનો.જો દરેક માણસ એમ વિચારશે કે, ગમે તે થાય મારે માત્ર એક માણસની મદદ કરવી જ છે.તો વિચાર તો કરો ,પરિસ્થિતિ કેટલી સુધરી શકે...?? હવે તમને થશે કે ઘરે બેઠા મદદ કઈ રીતે કરવી ??તો જો તમારી પાસે હોસ્પિટલમાં ખાલી બેડ્સની ઈન્ફોર્મેશન હોય કે પછી ઓક્સિજન સિલિન્ડરની ઈન્ફોર્મેશન હોય અથવા તો એમ્બ્યુલન્સની ઈન્ફોર્મેશન હોય તો તાત્કાલિક WWW.COVIDFACTS.IN (કોવિફેક્ટસ ડોટ ઈન) નામની વેબસાઈટ પર આપલોડ કરો.તમારી એક મદદ ઘણું બધું બદલી શકે છે.આ ઉપરાંત પણ તમે જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડી શકો છો.


તો રાહ સેની જોઈ રહયા છો.ડરવાનું મુકો અને મદદ કરવાનું ચાલુ કરો.કોઈની મદદ ના કરી શકો તો કઈ નહીં પણ કારણ વગર બહાર ફરવાનું બંધ કરો.ઘરે રહો સુરક્ષીત રહો.માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરો.બસ આટલુ કરી તો જુઓ યાર,ખરેખર વિશ્વાસ રાખો પરિસ્થિતિ સુધરશે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

જિંદા રહને કા યે જો જજ્બા હૈ
ફિર અસર લાએગા,
મુશ્કિલ બહોત હૈ,
મગર વક્ત તો હૈ
ગુજર જાએગા,
ગુજર જાએગા

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111695391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now