હતો પ્રેમ, છે પ્રેમ અને પ્રેમ સદા રહેશે,
વાતો આવી આપણી વચ્ચે થતી હતી.
ખૂબ તડપતા, વિરહ માં રહેતા રડતા,
મુલાકાતો જૂજ આપણી થતી હતી.
દુરી હતી ને હતી ચાહવાની મજબૂરી
હવે સાથે રહી, રહેવું લાગે દૂર જરૂરી .
હતો પ્રેમ, છે પ્રેમ અને પ્રેમ સદા રહેશે,
વાતો આવી આપણી વચ્ચે થતી હતી.