ના કોઈ સમયમાં છું, કે ના કોઈ વિસ્મયમાં છું...
જ્યાં છું, ત્યાં પૂરેપૂરો, તારા મારા વિલયમાં છું...
હું જાણતો નથી કે તું શું છે? હજુ એ અલયમાં છું..
કાવ્ય કરું કે પંક્તિ લખું, માંડ હજુ તો લયમાં છું...
દિવસ ગુજરે કે રાત વીસરે, હજું તો ઉદયમાં છું..
સમયનો સાથ નથી મને, તો ય હું વિનયમાં છું..
ઈચ્છા હજુય તૃપ્ત નથી, કેમ કે હજુ વયમાં છું..
પૂરો નહીં જોઈ શકો મને, ચાંદ છું હું, ક્ષયમાં છું..
કાંચ પર નહિ કંડારી શકો, ધાતુયુક્ત અભયમાં છું..
કાગળ લઈને ઉકેરી જુઓ, કલમના પ્રણયમા છું..