શબ્દોનાં માધ્યમથી શું સંબંધો બંધાય?
શું લાગણીનો અવાજ એટલો નાનો હશે?
પૈસાનાં માધ્યમથી શું સંબંધો બંધાય?
શું મનનો મેળાપ એટલો ઓછો હશે?
સ્વાથઁનાં માધ્યમથી શું સંબંધો બંધાય?
શું માણસાઈ ની પરિભાષા એટલી અલગ હશે?
દગાનાં ભાવથી શું સંબંધો બંધાય?
શું નફરતનાં બીજ એટલાં મોટા હશે?
ગેરસમજનાં ભાવથી શું સંબંધો બંધાય?
શું હૈયાની મંજુરી એટલી ખોટી હશે?
પ્રેમનાં પારખા કરીને શું સંબંધો બંધાય?
શું વિશ્વાસની દોરી એટલી નબળી હશે?