◆ હું હિસાબ રાખું છું......◆
જીભ કડવી છે મારી , પણ શબ્દો સાફ રાખું છું,
કોણ ક્યારે અને ક્યાં બદલ્યા બધો હિસાબ રાખું છું.
કોઈ ને ખોટું ના લાગે એટલે મૌન વજનદાર રાખું છું.,
નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું.
હું ઘણું બધું જાણું છું પણ અંજાણ્યા જેમ રહું છું,
ના બોલવું એ મારી કમજોરી નથી પણ મૌન ની તાકાત રાખું છું.
જ્યારે જયારે ચુપ રાખ્યો છું ત્યારે ત્યારે લોકો ને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું ત્યારે ત્યારે પારકા તો સુ પોતાના ને પણ કડવો ઝેર જેવો લાગ્યો છું.
- "ભાવ " ભાવિન ફેફર