"માફીની માગણી"
કુદરત નારાઝ છે..તો એમને મનાવી લઈશું!
હે પ્રભુ...બે હાથ જોડી માફી અમે માંગી લઈશું;
માનવતા ખોવાઈ છે..તો એમને ખૂણેથી ગોતી લઈશું!
હે પ્રભુ...તારી સૃષ્ટિમાં ફરી એમનું સ્થાન સોપી દઈશું:
સત્ય રૂંધાઇ છે..તો એમને ઓક્સિજન આપી દઈશું!
હે પ્રભુ...હવે તેનો સાથ હંમેશા માટે અપનાવી લઈશું;
સર્જનહાર રુઠ્યો છે..તો પાસે બેસીને પ્રેમભક્તિથી મનાવી લઈશું!
હે પ્રભુ...અમે માનવીઓ અમારી ભૂલ સુધારી લઈશું.
# Janavi Hingu:)