હે ઈશ્વર!!
આ તમે કેવા દિવસો બતાવ્યા છે અમને,
જાણું છું હું કે તમે આપો છો અમને અમારી જ ભૂલના પરિણામ,
પણ હવે નથી સહન થાતું કે નથી જોવાતું,
પળ પળ મરી રહ્યો છે માણસ,
પોતાને કે પછી પોતાનાને બચાવવા ઝઝૂમી રહ્યો છે માણસ,
છે દવાખાનામાં દોડધામ અને ડોક્ટર છે લાચાર,
તમે લગાવ્યા મંદિરોમાં તાળા તો ક્યાં જઈએ અમે,
મોક્ષદ્વાર છે ખુલ્લા પણ નથી જોઈતો એવો મોક્ષ કે જ્યાં માણસ મજબૂર થઈને જાય છે,
માણસને તો જોઈએ છે એવો મોક્ષ જે સીધો માણસને તમારા ચરણોમાં લઈને આવે..
હે પરમકૃપાળુ પરમાત્મા તમને એટલી જ વિનંતી કે તમે અમને આ મહામારીમાંથી બચાવો અને પેલા જેવું જીવન જીવી શકીએ એવી કૃપા કરો..
ઈશ્વરના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏
Rids