દર્દ, વ્યથા, લાગણી જતાવે છે,
કેમ તું આમ જિંદગી પતાવે છે,
રાત જાગીને દિવસો કપાવે છે,
મનના વિચારો ક્યાંથી દોડાવે છે,
સહન કરી વેદના શુ દેખાડે છે,
હૈયું કૈંક બોલી કૈંક ભરમાવે છે,
ચાલે કઈ બાજુ દિશા દેખાડે છે,
દુઃખનું વ્યાજ લઈ શું કરાવે છે,
થોડું તો થોઠું ક્ષણિકતો આપે છે,
કેમ તું મનને લલચાવી ભગાવે છે
ભૂલી ગયો શું જીંદગી જીવતા,
કેમ તું જીવનને દરરોજ તુકાવે છે,
રાખ તું તારા મનમાં 'દુશ્મની' ,
થાકે માનવ એમ મિત્ર બનાવે છે.
✍🏻~દુશ્મન
-mayur rathod