*કોરોના, હવે તો થોભો ના*
હસતું રમતુ હતું મારુ શહેર
કોરોના તારી લાગી ગઈ છે નજર
ધમધમતા હતા અહી ધંધા રોજગાર
હવે તો રાત પડે થઈ જાય બધુ સુનકાર
થતી હતી પાર્ટીઓ અને ચાય પે ચર્ચા
પણ હવે તો ફક્ત થાય છે તારી જ ચર્ચા
ઢંકાઈ ગયા છે ખુબસુરત ચહેરા માસ્ક પાછળ
હવે તો લગ્નો પણ ઠેલાઈ ગયા છે પાછળ
તરસીએ છીએ મળવાને મિત્રોને
અને જોવા માંગીએ છીએ બહારની દુનિયાને
ભુલી ગયા છીએ કે શોખ જેવુ કાઈ હોય છે
અને ચાર દિવાલ બહાર પણ દુનિયા હોય છે
બસ હવે તુ માણસજાત પર કર રહેમ
નહી રાખીએ અમે શ્રેષ્ઠ હોવાનો વહેમ
#priten 'screation#