*મૃત્યુંજય*
ॐ नम: शिवाय ।
ॐ परमात्मने नम: ।
મૃત્યુંજય એટલે જેણે મૃત્યુને જીતી લીધું છે.
એવું કોણ છે?
એ છે દેવાધિદેવ,રાજાધિરાજ,કૈલાશપતિ,ત્રણે લોકના અધિષ્ઠાતા, અર્ધનારેશ્વર કાળોનાં કાળ શ્રી મહાકાળ મહાદેવ..!
મહાદેવ થકી જ આદિ મધ્ય અને અંત છે,
મહાદેવ જ ભૂત,વર્તમાન, અને ભવિષ્ય છે.
મહાદેવ જ સવાર,મધ્યાંહ્ન અને રાત્રીના કારક છે.
મહાદેવ જ સર્જન, વિસર્જનના કારક છે.
આવાં ગુણોનાં સાગર,ભોળાભંડારી શિવજી એ મૃત્યુ પર પણ વિજય અપાવવામાં અગ્રેસર છે.
એમનો મહામૃત્યુંજય મંત્ર એ મહામંત્ર તરીકે ઓળખાય છે.આ મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આધિ,વ્યાધિ અને ઉપાધિ ટળે છે.
સાક્ષાત શિવજીએ એમનાં સ્વમુખે આ વાત શિવપુરાણમાં કહી છે.
કર્મફલદાતા શનિદેવની
ત્રાંસી દ્રષ્ટિનો પ્રભાવ આ મંત્રના જાપ દ્રારા નાશ થાય છે, શનિની પનોતીની મહાદશા ચાલતી હોય તો એમાં પણ રાહત મળે છે .
સમગ્ર સૃષ્ટિના એકેએક અણુમાં વ્યાપ્ત હોવા છતાંય નિરાહંકારી,નિરાંકારીઅને નિરામયા ભગવાન શિવજી સર્વે નું યોગક્ષેમનું વહન કરી રહ્યા છે.
શરીરનાં ત્રણ બંધમાં એ જ વિદ્યમાન છે.
ॐકારના મૂળાધારમાં
શિવજી રહેલા છે.
ઓમકારના આધારભૂત શિવજી છે.
મૃત્યુંજય મંત્ર સહિત દરેક બીજમંત્રોની શરૂઆત જ ॐ થી થાય છે.
આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે.
આવો તો આજનાં શિવરાત્રીનાં આ પાવન પર્વ પર મૃત્યુંજય શિવજીના મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરીએ.
પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાથ્ય માટે લાભકર્તા છે. એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે.
*ॐ त्रंबकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम ।*
*उर्वारुकमिव बंधनात मृत्योर्मुक्षीय मा अमृतात ।।*
*महादेव हर ।*
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*