"અતૂટ"
-@nugami
આજે મારાથી મારો મનગમતો tea mug હાથમાંથી છટકતા જ તુટી ગયો.
અને તૂટ્યું પણ શું ખબર?
એને સાચવીને પકડવાનો આધાર..
જીવ તો ખૂબ જ બળ્યો, કેમ કે એ મારો મનગમતો હતો. દરેક સવાર ની મહેરામણ ને તેમાં ભરેલી ચાની ચુસ્કીથી જ હું માણી લેતી.
એને નકામો તો હું ના જ થવા દઉં, માટે એના તૂટેલા હાથા ને થોડો શણગાર્યો. Art માં મેં PhD તો નથી કરેલી ,પણ જેવું આવડયું એવું ઠીક ઠીક રંગી લીધું. એ પહેલાં કરતા પણ સુંદર દેખાવા લાગ્યો.
જો નિર્જીવ વસ્તુ તૂટી ગઈ હોય અને એને સજાવીએ તો એ સુંદર લાગી શકે. તો,તૂટેલું વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસ ના રંગથી ફરી રંગાઈ જાય તો એનું કેટલું સુંદર વ્યક્તિત્વ એ માણી શકે?
દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક હૃદયથી તૂટેલી હોય છે.એને ફરી જોડવા માટે આત્મવિશ્વાસના સાંધાથી ફરીથી મજબૂત કરવું જરૂરી છે.કારણ, હૃદય એ જીવનનો આશરો છે.એને તો ખુશ રાખવું જ જોઈએ.
જો નિર્જીવ વસ્તુને આપણે પ્રેમ કરી શકતા હોઈએ, તો પોતાની જાતને શા માટે નહિ?
જીવન એક વાર મળે છે,નિર્જીવ વસ્તુ તો એક નહિ હોય તો બીજી પણ આવશે. પોતાના જીવ થી પ્રેમ કરવાનું ક્યારેય મૂકવું ના જોઈએ.
વ્યક્તિ સામે એજ આપશે જે એની પાસે હશે.
એ પછી પ્રેમ હોય,લાગણી હોય,ઈર્ષા હોય,દુઃખ હોય,કે ધૃણા.
તૂટેલું કંઈપણ હોય,એ હંમેશા સુંદર હોય છે,એ પછી વ્યક્તિ હોય કે વસ્તુ.
દિશા હંમેશા બે હોય છે,"
તૂટીને વિખરાય જવું છે કે તૂટી ને ફરીથી પાંગરવું છે."એ વ્યક્તિ ના વિચારો પર ,એનામાં રહેલા આત્મવિશ્વાસ પર નિર્ભર કરે છે .
-@nugami.