લક્ષ્મી વગર નારાયણ અધૂરો છે,
નારાયણ છતાં સર્વ સંપન્ન છે.
નારાયણ સર્વ ગુણ સંપન્ન છે,
તો નારાયણની મા કોણ હશે ?
સાક્ષાત સર્વ ગુણોની જનેતા,
નારાયણના ઘડતરનું સ્થાન હશે !
નારાયણના બધા તેજનું મૂળ,
નારાયણની કોમળતાથી કોમળ હશે !
નારાયણની કઠોરતાથી કઠોર,
નારાયણના થાકનો આશ્રય હશે !
નારાયણ પર વ્હાલનો વરસાદ,
નારાયણ પર પ્રેમનો હાથ હશે !
નારાયણ જેના ખોળે હશે,
સાક્ષાત્ વૈકુંઠ એ પોતે હશે !
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ