ત્રિદેવ અને ત્રિદેવીઓમાથી શીખવાની વાત.
1. શિવ શક્તિ
• પુરુષ માટે:
જો તમે ભોળા છો, સંપૂર્ણ પવિત્ર છો, તો તમારી વામાંગી એવી સ્ત્રીને રાખો જે સાક્ષાત શક્તિ (શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ) હોય.
2. લક્ષ્મી નારાયણ
• પુરુષ માટે :
જો તમે બધું જ જાણો છો, સમજો છો, યોગ્ય અને અયોગ્ય ને પારખી શકો છો અને અયોગ્ય ને યોગ્ય કરવાની પ્રબળ ઈચ્છા રાખો છો, તો તમારી વામાંગી એવી સ્ત્રી ને બનાવજો જે સાક્ષાત લક્ષ્મી (વૈભવ) હોય.
3. બ્રહ્મા સરસ્વતી
• પુરુષ માટે :
જો તમે કઈ પણ, ક્યારે પણ, કેવી પણ રીતે અને ગમ્મે તેનાથી નવું બનાવી શકવા સમર્થ છો, તો તમારી વામાંગીનું સ્થાન એવી સ્ત્રીને આપજો જે પોતે સાક્ષાત સરસ્વતી (કલા, જ્ઞાન અને સમજનો ભંડાર) હોય.
★ શરત એટલી કે પહેલા પોતે શિવ અથવા નારાયણ અથવા બ્રહ્માના ગુણો કેળવો.
★ સ્ત્રીઓ માટે પુરુષો કરતાં વિપરીત સમજવું, તથા તેઓ એ પણ શક્તિ અથવા લક્ષ્મી અથવા સરસ્વતીના ગુણો કેળવવા પ્રયાસ કરવા જોઈએ.