ખબર નહીં આ હોળીકા દહન અને રાવણ દહન કેમ સીમિત રહી જાય છે માત્ર એક દિવસ પૂરતું,
શા'ને ફક્ત એક જ દિવસ વાત થાય સત્યના વિજયની,
અસત્ય પર સત્યની જીત માની જો દહન થતાં હોય હોળીકા અને રાવણના,
તો પછી આપણી અંદર રહેલી અસત્યતાનુ દહન કેમ નથી થતું??
આપણા અંદર રહેલો ક્રોધરૂપી મમરો કેમ નથી હોમાતો?
આપણી અંદર ધાણી રૂપી રહેલી ઈર્ષા કેમ નથી હોમાતી?
શા માટે દર વર્ષે ઔપચારિકતા ખાતર ધાણી, મમરા હોમીને આવીએ છીએ?
એ બધાની સાથે આપણો અહમ,લાલચ, ખોટી દેખાદેખી, ગુસ્સો આ બધું કેમ હોમી નથી શકતા આપણે?
માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે હોળીકા દહન કે રાવણ દહન કરવાથી અસત્ય પર સત્યની જીત નહિ મેળવી શકાય,
હવે સત્યની જીત માટે ભીતરથી અવાજ આવવો જરૂરી છે,
દર વર્ષે હોળીકા અને રાવણ પણ માનવ જાત પર હસતા હશે,
કે બાળી પૂતળા અમારા,
ન તો આવે છે એમનામાં સત્યતા કે ન તો બળે છે તેમની અંદર રહેલો ક્રોધ અને ઈર્ષા,
આખરે ક્યાં સુધી આપણે તેમનું દહન કરતા રહેશું?
મૈત્રી બારભૈયા