Gujarati Quote in Religious by DIPAK CHITNIS. DMC

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત છે આજે, ભારતીય સંસ્કૃતિનાં તહેવાર ની.....

હોળી..... ધુળેટીની....

આપણને બધાને ખબર જ છે કે હોળી એ રંગો નો તહેવાર છે. પણ તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે.

અસત્ય પર સત્ય નો વિજય , અધર્મ પર ધર્મ નો વિજય એટલે હોળી.

હિરણ્યકશિપુ ના અનેક પ્રયત્ન છતાં તે પ્રહલાદ ને ન મારી શક્યો, કારણ પ્રહલાદ નો ભગવાન પર નો અનન્ય વિશ્વાસ હતો. હિરણ્યકશિપુ ની બહેન હોલિકા પણ તેને બાળી ન શકી, કારણ સત્ય ને કોઈ બાળી નથી શકતું.

હોળી ના દિવસે ઘણા ને એ જ ખબર નથી હોતી કે પૂજન કોનું છે ?

હોળી ના દિવસે વાસ્તવમાં પૂજન હોલિકા નું નથી પણ અગ્નિ નું પૂજન છે. કારણ કે જ્યારે હોલિકા પ્રહલાદ ને લઇ ને અગ્નિ માં બેઠી ત્યારે ત્યાં ના પ્રત્યેક નગરજનો ઘરમાં અગ્નિ પ્રગટાવી ને અગ્નિ દેવ ને પ્રાર્થના કરે છે. કે પ્રહલાદ ને કાઈ થવું ન જોઈએ. અને પછી આપણને ખબર છે શું થાય છે. માટે આ દિવસે આપણે અગ્નિદેવ નું પૂજન કરવાનું હોય છે.

હોળી ના દિવસે હોળી પ્રગટે ત્યારે આપણે હોળી ના ફરતે ચક્કર લગાવીએ છીએ. અને અગ્નિ માં ખજૂર, ચણા, ધાની, ચોખા વગેરે નાખીએ છે. આ કેમ નાખીએ છે તેની પણ આપણને ખબર હોવી જોઈએ.
મિત્રો ખજૂર, ચણા, ધાની આ બધું નાખીએ ત્યારે આપણે અગ્નિ દેવ ને કહેવાનું છે. કે મારામાં જે પણ કાઈ ખરાબ વિચાર છે. તે હું અંદર નાખું છું તેને તું બાળી નાંખજે. અને સદવિચાર મને આપજે. મારામાં જે પણ હોલિકા જેવા દુર્ગુણ હોય તેનો નાશ કરજે. અને પ્રહલાદ જેવી બુદ્ધિ અને વિચારશક્તિ આપજે. આવી સમજણ બધામાં નિર્માણ થાય તો સાચી હોળી ઉજવી કહેવાય.

હોલિકા નું દહન થયું. અને પ્રહલાદ ને કાઈ જ ન થયું. તેથી નગરવાસીઓએ બીજા દિવસે ઉત્સવ મનાવ્યો. કોઈએ રંગ ઉડાવ્યા તો કોઈએ ધૂળ ઉડાવી માટે બીજો દિવસ ધુળેટી કહેવાયી

જીવનમાં તહેવારો સમજણ થી ઉજવીએ એજ આપણી બધાની અભિલાષા હોવી જોઈએ. અને આ સમજણ જ આપણી સંસ્કૃતિ માટે વંદન છે.

☀️ *જય શ્રી કૃષ્ણ* 🔥

Gujarati Religious by DIPAK CHITNIS. DMC : 111682583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now