"તમાચો."
-@nugami.
તમાચો ત્યારે પડે છે,જ્યારે કોઈ ને ભરપૂર લાગણી આપીએ છીએ અને સામે માત્ર લાચારી મળે છે.
તમાચો ત્યારે પડે છે,જ્યારે કોઇ ને પોતાનાથી વધુ મહત્વ આપી દઈએ છીએ,અને સામેની વ્યક્તિ એને નકારતી રહે છે.
ગાલ પર તમાચો પડે ,એની ગુંજ બધા ને સંભળાય,પણ વ્યક્તિના હૃદય પર તમાચો પડે,એની કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી.
ઘણી વાર કોઈ વ્યક્તિ થી ભૂલ થઈ ગઈ હોય,અને સંબંધ બંને બાજુ થી બગડે,તો સાંભળનાર એમ જ કહેશે કે ,બંને નો વાંક હશે. એક હાથે તાળી ન વાગે.
ચાલો માની લીધું,એક હાથે તાળી ન વાગે,પણ એક હાથે તમાચો તો વાગે ને?
એવા ઘણાય તમાચા વ્યક્તિને રોજબરોજના જીવનમાં પડતા હશે. ફરક માત્ર એટલો છે,કે એ તમાચા નો પ્રત્યાઘાત તમે પોતાના જીવન પર કેવી રીતે થવા દો છો.
તમને મળેલ એ તમાચા ની તમે જેવી પ્રતિક્રિયા આપશો,એના પરથી તમારું વ્યક્તિત્વ ઓળખાય છે.
-@nugami.