કેમ આમ અજાણ્યુ બની જતુ હશે પલભર મા જીવન,
કેમ બદલાઈ જતા હશે સંજોગના વાયરા.....
અમે તો તાતણે,તાતણે બાંધી હતી વફાની ગાંઠો,
પછી કેમ તાતણો બટકાણો અડધેથી.....
માન્યુ, હશે અમારીજ ભૂલ કંઈ સમજવામા,
બાકી કિસ્મત તો સદાબહાર એમની છે.....
સમજાવી લેશુ મનને આજ,
અમે ક્યાં બદલાવાના પવનને સાથ.....
રંગો તો કુદરતના બનાવેલ મેઘધનુષી ઘણા છે,
પણ અમે તો એક લાગણીના રંગે રંગાણા રાઝ.
🍁🍁