My Batter Half
“સાંભળો છો, બેબલી રડે છે. છાની રાખો એને” કિલોમીટર દૂર ઊભેલી મારી પત્નીનો ધીમો અવાજ મારાં કાને પડ્યો. હું ઊંઘમાં હતો એટલે મેં કોઈ રિસ્પોન્સ ના આપ્યો.
“તમને કહું છું, બેબલી રડે છે. છાની રાખો એને. મોડે સુધી સુતા રહો છો, પોતાનું બાળક છે તો પણ કોઈ પરવાહ જ નથી !!!” બીજી વખતે થોડો મોટો અને ચીડ ભર્યો અવાજ મને સંભળાયો.
આંખો ખોલી, બ્લેન્કેટને હટાવી હું બેડ પરથી નીચે ઉતર્યો. મારી નજર સામે ચાર મહિનાની મારી બેબલી રડી રહી હતી. હું તેની નજીક ગયો, તેને હાથમાં ઉઠાવી અને બાલ્કની તરફ આગળ વધ્યો. બાલ્કની પાસે આવીને હું હળવું હસ્યો. બેબલી હજી રડતી જ હતી, તેનો અવાજ બરછી લોખંડ સાથે ઘસાય અને તીણો અવાજ ઉત્પન્ન થાય એવો હતો. મારાં કાનને આ અવાજ કોઈ દિવસ પસંદ નથી આવ્યો. મેં બેબલીને ઊંચી કરી અને બાલ્કની બહાર ફેંકી દીધી. તેને બહાર ફેંકીને હું મોટેથી હસવા લાગ્યો.
“આ શું કર્યું તમે ?” મારી પત્ની રસોડામાંથી દોડી આવી, “બાળક સંભાળવાની ત્રેવડ ના હોય તો શા માટે પેદા કરો છો ?”
“મેં કર્યું ?, તારે જોઈતો હતો. મેં તો ના જ પાડી હતી” હું પણ મારી પત્નીની જેમ બરાડ્યો.
“હા તો બાળક કોને ન જોઈએ ?, લગ્ન કર્યા છે તો બાળક તો જોઈએ જ ને !”
“તે બાળક માટે લગ્ન કર્યા હતા !!!”
સટાક….મારાં ગાલ પર જોરદાર તમાચો પડ્યો....
આગળ વાંચવા માટે લિંક પર જાઓ👇👇
https://www.matrubharti.com/novels/26361/my-better-half-by-mer-mehul