Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવ સંકલ્પમ્ અસ્તુ
=============================
આજે શિવરાત્રી એટલે જીવ તત્વ નો શિવ સાથે મેળાપ. જીવ એટલે દ્વેત આવિર્ભાવ માં ઈશ્વરીય પ્રાકૃતિક સૌંદર્ય નો ખજાનો અને ઈશ્વર ની લીલા કરવામાં આવતી ત્રિગુણાત્મક પ્રકૃતિ નો ગુણાત્મક
ભાવ અને સગુણ સાકાર ઈશ્વરીય શક્તિ ની ઉપાસના. એ એનું ખરું રહસ્ય છે.

શિવ અને શક્તિ અભેદ છે , અર્ધનારીશ્વર સ્વરૂપ સમજણ આપી ઈશ્વરે પુરુષ અને પ્રકૃતિ ની હયાતિ અને મહાત્મ્ય સમજાવી દીધું. આ જગત ઈશ્વરની શક્તિ થી જ સંચાલિત થાય છે. એ ત્રિગુણાત્મક આવિર્ભાવ ત્રિદેવ આને દેવીઓ ના ગુણ‌ પ્રમાણે કાર્યો નું વિભાજન છે. એમાં શિવ તત્વ નું કાર્ય મુક્તિ આપવાનું છે.

શિવ એ ૬૪ કલાઓ ના ગુરુ છે. એમણે ગીત, સંગીત નૃત્ય ઈત્યાદિ દ્વારા જીવ ને મુક્તિ નો માર્ગ પ્રશસ્ત કર્યો છે. શિવજી એ પ્રાણી માત્ર ઉપર કરુણા રાખી છે એટલે જ ભોલેનાથ કહેવાય છે.
એમની સ્થિતિ પૃથ્વી ઉપર હિમાલય માં છે. બધા દેવો ના લોકો છે, જેમકે દેવતાઓ સ્વર્ગ માં, બ્રહ્માજી બ્રહ્મ લોકમાં , પરંતુ પોતે જીવ પર કરુણા રાખી પૃથ્વી પર નિવાસ કરે છે.

તેમની પૂજા ઉપાસના મંત્ર અર્ચન માટે વિધિ વિધાન ના હોય તોય ચાલશે. પારધી ન હરણની વાર્તા થી બધા પરિચિત છે. પરંતુ એનો ગૂઢાર્થ કોઈ જાણતું નથી . ત્રણ હરણ એ ત્રગુણ છે અને ભોક્તા ભાવ ની ઈચ્છા જીવ માટે બંધન છે ,એ ભોક્તા ભાવ છૂટી જતાં મોક્ષ થાય છે એ લક્ષ્યાર્થ આપણે ભૂલી જઈએ છીએ. માટે શિવરાત્રી નિમિત્તે પ્રભુ સ્મરણ કરાવે છે, કે જીવ માંથી શિવ બની જા.

બાહ્ય ઉપચાર સગુણ ઉપાસના છે, પછી ભાવ થી ઉપર ઊઠીને આત્મચેતના માં સ્થિર થઈ શિવ જ્યોતિ માં તાદાત્મ્ય સાધવાનું છે. એ માટે ભગવાન શિવજીએ યોગ અને જ્ઞાન નો વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યો છે. શિવત્વ ની અનુભૂતિ સમાધિ દ્વારા થાય છે, માટે શિવજી ની લિંગ સ્વરૂપે નિર્ગુણ અને સગુણ સાકાર બન્ને ઉપાસના છે. તેમની પ્રતિમા હંમેશા ધ્યાનની મુદ્રા માં હોય છે. એના ઉપર થી આપણે બોધ લેવાનો છે. કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સમ્યક દર્શન કરીએ.
મનનો મનોલય કરી , અનપેક્ષિત ભાવે નિર્લેપભાવે અનાસક્તિ માં જીવન જીવતા શિવભાવ ને પામીએ આ જ શિવરાત્રી પૂજા ના નિમિત્તનુ રહસ્ય છે.

ભગવાન ભોળાનાથ છે .તમે જે ભાવે ભજશો એવી પ્રાપ્તિ થાય. દરેક જીવ ના સંસ્કાર, રુચિ, કૂળ, ધર્મ અને માન્યતાઓ પ્રમાણે એ ભગવાન ની ઉપાસના કરે છે. એક અંગ્રેજ ની પત્ની એ ભગવાન શિવ ની ઉપાસના કરી યુધ્ધ માં રક્ષણ કરે એવી પ્રાર્થના કરી , પરિણામ સ્વરૂપે ભગવાન શિવ સાક્ષાત સ્વરૂપે યુધ્ધ માં એને મદદરૂપ થયા. જ્યારે
યુધ્ધ પછી એની પત્ની પાસે જઈને એણે નિવેદન કર્યું કે કોઈ ભારતીય યોગી પુરુષે એને યુધ્ધ માં મદદ કરી. આ કળિયુગમાં બનેલો અંગ્રેજી શાસન પહેલા નો બનાવ છે.એટલે ભગવાન જાતિ ધર્મ ઈત્યાદિ બંધનો તોડી સમત્વયોગ નો ઉપદેશ કર્મ દ્વારા આપે છે.

ઈશ્વર જીવને ઈચ્છા તૃષ્ણાથી મુક્ત થઈ આનંદ સ્વરૂપ માં વિશ્રામ પામી સંસાર માં આનંદ પુર્ણ જીવન જીવી સુખ શાંતિ સમૃદ્ધિ પામે માટે શિવરાત્રી પૂજા ઉપાસના મંત્ર અર્ચન વગેરે નું મહાત્મ્ય સમજાવે છે. જેની જેવી સમજણ ભાવના અને આત્મિયતા એવી ગતિ થાય છે. સૌનું કલ્યાણ થાઓ, મંગલમય જાઓ,

શિવ સંકલ્પમ્ અસ્તુ.
ૐ નમઃ શિવાય
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111674595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now