Mani
મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો પાંસે ૭ અક્ષૌહિણી જ્યારે કૌરવો પાંસે ૧૧ અક્ષૌહિણી સેના હતી. એક અક્ષૌહિણી સેના ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ ગજસવાર (હાથી પર બેસીને લડતાં યોદ્ધા) , ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ (જમીન પર લડતાં યોદ્ધા) ધરાવે છે. આમ અક્ષૌહિણી સેના એટલે કુલ બે લાખ અઢાર હજાર સાતસો (૨,૧૮,૭૦૦) યોદ્ધા વડે બનતી સેના. હવે, ગણતરી મુજબ જોઈએ તો પાંડવો પાંસે ૭ અક્ષૌહિણી સેના હતી એટલે ૨,૧૮,૭૦૦*૭= ૧૫,૩૦,૯૦૦ યોદ્ધા. જ્યારે કૌરવો પાંસે ૧૧ અક્ષૌહિણી સેના હતી એટલે ૨,૧૮,૭૦૦*૧૧= ૨૪,૦૫,૭૦૦ યોદ્ધા. આમ, મહાભારતના યુધ્ધમાં ઓગણચાલીસ લાખ, છત્રીસ હજાર, છસો (૩૯,૩૬,૬૦૦) યોદ્ધાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮ પાંડવોમાંથી - કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, યુયુત્સુ અને સત્યાકી; જ્યારે ૪ કૌરવોમાંથી - કૃતવર્મા, અશ્વત્થામા, કૃપાચાર્ય અને વરિષ્કેતુ એમ કુલ ૧૨ યોદ્ધાઓ જ જીવિત રહ્યા હતાં.
હવે સવાલ એમ થાય કે ૩૯,૩૬,૬૦૦ માંથી ફકત બાર જ યોદ્ધાઓ જીવીત રહ્યા અને ૩૯,૩૬,૫૮૮ યોદ્ધા મૃત્યુ પામ્યા. તો શું ફકત તલવાર અને તીર કમાન વડે ૧૮ દિવસમાં ૩૯,૩૬,૫૮૮ યોદ્ધા મૃત્યુ પામી શકે? શક્ય જ નથી. મહાભારતમાં થયેલ વર્ણનને ફકત ધાર્મિક રીતે ન જોતાં જો આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો ખ્યાલ આવે કે મહાભારતના સમયગાળા દરમિયાન અત્યારના મોર્ડન યુગ કરતા પણ ક્યાંય વિશેષ ટેકનોલોજી હતી. જેને અત્યારે આપણે ફકત ચમત્કાર કે પછી કલ્પના ગણીએ છીએ. આવા ગ્રંથોને વિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં તેમાંથી ઘણી બધી ટેકનોલોજી મળી આવે છે.