નરમ દિલની હતી, ક્યાં ખબર હતી કે ફૌલાદી હતી હું!.,
રડતા તો શીખી નહતી, ક્યાં ખબર હતી કે વરસતી આંખોએ હસતી હતી હું!..,
નાની ખુશીઓની શોખીન હતી, ક્યાં ખબર હતી કે મોટી ખુશીની કિંમત ગણતી હતી હું!..,
ફરિયાદ તો શું કરું, પોતાની પર આવતી ફરિયાદોને ભેટતી હતી હું!.,
નરમ દિલની હતી, ક્યાં ખબર હતી કે ભર ઉનાળે તપતી ભૂમિ હતી હું!....