નારી તું નારાયણી ( અછંદાસ રચના)
મોહનભાઈ " આનંદ"
=========================
પરબ્રહ્મ સ્વરૂપિણી ,ચૈતન્યમય વિલાસ,
અર્ધ નારીશ્વર આનંદમય સૃષ્ટિમાં વાસ;
ગુણોત્સવ અંતર્ગત, ત્રિગુણાત્મક પ્રકૃતિ,
સત્વ રજસ તમસ , રૂપે પ્રગટ આભાસ;
બ્રહ્મા વિષ્ણુ મહેશ, કાર્ય કારણ ભેદ થી,
સરસ્વતી કાલી લક્ષ્મી , માતૃકાઓ ખાસ;
પુરુષમાં પ્રકૃતિ તણો જ દ્વેત આવિર્ભાવ,
કુંડલિની શક્તિ સ્વરૂપા,શિવ મિલન આશ.
આનંદ અનંત ચૈતન્ય વાક્ વૈખરી મધ્યમાં,
પશ્યંતિ પ્રકાશ પુંજ,માયા બ્રહ્મનો આવાસ.
===========================
-મોહનભાઈ આનંદ