હર એક ઘરમાં જોઈ છે મેં એક સચ્ચાઈ.
દિકરા કરતાં વધુ માન માં રહે છે જમાઈ.
પરણયા પછી પણ દિકરી લાગે છે વ્હાલી,
પુત્રવધૂ આપણા ઘરે પણ હોય છે પરાઈ.
વર્ષો વર્ષથી બસ આમ ચાલ્યું આવ્યું અહીં,
ઘર ઘરના આ કુવિચારે જ શાંતિ છે ખોવાઇ.
પરંપરાગત કુવિચારને દૂર કરવો જ હોય તો,
મારા મતે તો આનો ફક્ત એક જ છે ઉપાય.
પુત્રવધૂને તમે પોતાની દિકરી જ માનો અને,
પરણેલ પુત્રને આપો માન જાણે હોય જમાઇ.
..✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)