રસવૃત્તિ એ કેવળ માનસિક બાબત જ નથી. એ એક જીવનશૈલી છે. રસવૃત્તિ સાચા અર્થમાં કદી સીમિત રહેતી નથી. વ્યક્તિત્વમાં એ ધબકાર બનીને વ્યાપી જાય છે. ધીમે ધીમે જીવન આખું રસમય બની જાય છે. ગમે તેવી વિકટ સ્થિતિ કે વિટંબણા આપણને ભાંગી પડતા કે પીછેહઠ કરતા અટકાવે છે. વળી રસપૂર્વક કરેલું કામ કસબ બને છે. જીવનની પ્રત્યેક પળ ઉત્સાહ અને આનંદથી છલકાતી જોવા મળે છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi